રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબીટીસ મુક્ત ગુજરાત કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં પણ પંદર દિવસીય યોગ શિબિર યોજાઈ હતી.
પશ્વિમ કચ્છ જિલ્લાના કો-ઓર્ડીનેટર સંતરામજીના નેતૃત્વમાં ભુજના બીલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આ યોગ શીબિર યોજાઈ હતી, જેમાં શહેરના અબાલ વૃદ્ધ ડાયાબિટીસના દર્દીઓએ ડાયાબિટીસ રોગના નિવારણ માટે દરરોજ વહેલી સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન યોગની તાલીમ મેળવી હતી.
આ યોગ કાર્યક્રમ અંતર્ગત દર્દીઓના સ્વાસ્થ્યમાં હકારાત્મક અસર પડી હતી. આ વર્ગ નાગરીકોમાં જાગૃતિ અભિયાન અંતર્ગત યોજાયો હતો.
આ પ્રસંગે કચ્છ જિલ્લાના ઍક માત્ર એનડોક્રોનોલોજિસ્ટ ડો. કુણાલ ઠક્કર દ્ધારા ડાયાબિટીસ અને તેના તકેદારી રાખવામાં આવે તેની ખાસ સુચના આપવામાં આવી હતી.
જ્યોતિબેન ઠાકુર જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા પોતાના વક્તવ્યમાં દરેક સદસ્ય પોતાની વ્યક્તિગત દિનચર્યા સાથે યોગ અભ્યાસને જોડે તેવી વાત પર ખાસ ભાર મૂક્યો હતો.
શીબીર દરમ્યાન જિલ્લા આયુર્વેદિક શાખા ના ડો. પવનભાઈ મકરાણી, ડો આલાપ અંતાણી દ્વારા આ રોગ દૂર થાય તેની કાળજી લેવા અંગે સમજ અપાઈ હતી. કબીર મંદિરના કિશોરદાસ અને બિલેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી દ્વારા સહયોગ અપાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત યોગ કોચ હિતેષ કપૂર, વર્ષાબેન પટેલ, જશોદાબેન ગોરી, તેજલબેન ત્રિપાઠી અને માધવી માલવીયા ટ્રેઈનર લતાબેન, નિશાબેન, દીપાબેન, કાજલબેન સોનુબેન, ઉર્વી બેન, જતીન ઠક્કર, ગોવિંદભાઈ,ભરત સોની અને સાધકોએ આયોજન વ્યવસ્થા સંભાળી હતી. જોમ આપણા શહેર ને યોગ દ્રારા ડાયાબિટીસ મુક્ત કરવા માટે એક નવો જ રસ્તો બતાવ્યો હતો.
આ શીબીર દરમ્યાન તારીખ 16 નવેમ્બર ના યોગ બોર્ડ ના ચેરમેન શ્રી શીશપાલ જી, સ્ટેટ કો ઓર્ડીનેટર શ્રી અનિલ ભાઈ ત્રિવેદી ઝોન કો ઓર્ડીનેટર શ્રી વિજય કુમાર શેઠ અને સોશ્યલ મિડિયા ની ટીમ દ્વારા ખાસ મુલાકાત લેવા આવી હતી અને ભુજ ખાતે ની ટીમ ને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.