છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભામાં સમાવિષ્ટ સિંગલા નાની સિંચાઇ યોજના રીસ્ટોરેશન એન્ડ સ્ટ્રેથનિગ ઓફ માઇનોર ઇરીગેશનનો 88.98 લાખના ખર્ચે કામગીરી કરવામાં આવશે. જેનાથી પાનવડ વિસ્તારના ગામોના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ થઈ શકે તેમ છે. અને પાણીના સ્તર પણ ઊંચા આવી શકે એમ છે.
આજરોજ 138 જેતપુર પાવી ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા સિંચાઈ સમિતિના ચેરમેન નયનાબેન રાઠવા, જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ રાઠવા, મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ રાઠવા , સરપંચો આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

