Gujarat

ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા ઓઝડી ગામના નાળા પાસે ખેતર તરફ જતા રસ્તા પરથી ઈક્કો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ પાડતી ઝોઝ પોલીસ

ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા ઓઝડી ગામના નાળા પાસે ખેતર તરફ જતા રસ્તા પરથી ઈક્કો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ.૨,૫૯,૧૧૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ ઈક્કો ગાડી કિં.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કીંમત રૂપિયા.૬,૫૯,૧૧૦/- નો મુદ્દામાલ પકડી પાડતી ઝોઝ પોલીસ
 આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવુતી નેસ્ત નાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદાર નાઓને પ્રોહીની પ્રવૃતિ/હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે આધારે આજરોજ એ.સી.પરમાર પોલીસ ઈન્સ્પકેટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસો સાથે ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મેળવી બાતમી હકીકતના આધારે મોજે ઓઝડી ગામે નાળા પાસે કાચા રસ્તા ઉપરથી એક ગ્રે કલરની મારૂતી સુઝુકી કંપનીની ઈક્કો ગાડી જેનો રજી નં. GJ-06-PL-4891 ગાડીમાં પાછળની શીટની કાઢી તેની અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂ (પ્લાસ્ટીકના કવાટર તથા ટીન બીયર) ની કુલ બોટલો નંગ- ૧૯૨૨ ની કિંમત રૂપીયા -૨,૫૯,૧૧૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દ માલની હેરાફેરીમાં વપરાયેલ ઈક્કો ગાડી ની કિ.રૂ.૪,૦૦,૦૦૦/-મળી કુલ કીંમત રૂપિયા.૬,૫૯,૧૧૦/- નો ગેર કાયદેશરનો પ્રોહી મુદ્દામાલ પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરવામા આવેલ છે. અને આરોપીની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર