એસ.એફ.હાઇસ્કુલ છોટાઉદેપુર ખાતે અધિક નિવાસી કલેકટર શૈલેશ ગોકલાણી ઉપસ્થિતિમાં NDRF દ્વારા સ્કુલ સેફટી અવેરનેશ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓને આપાતકાલીન પરિસ્થિતિમાં કઈ રીતે પોતાનો બચાવ અને અન્ય લોકોના જીવ બચાવી શકાય તે અંગે શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપમાં આવ્યું હતું.

જેમાં વડોદરાથી આવેલ એનડીઆરએફની ટીમના ઇન્સ્પેક્ટર રમેશકુમાર દ્વારા તેમની ટીમ થકી શાળાના વિધાર્થીઓને આપાતકાલીન પરીસ્થિતમાં ધ્યાન રાખવાની બાબતો વિષે વિસ્તૃત સમજ આપી હતી.

આ કાર્યક્રમમાં ડીજાસ્ટર મામલતદાર પ્રીતિબેન શાહ, શાળાના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ, શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

