Gujarat

ચલાલા આર્મી ટ્રેનીંગ રાઈફલ શુટિંગમાં શિલ્ડ અને પ્રમાણપત્ર મેળવતા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને સંસ્કૃત શક્તિ ગુરુકુળના વિદ્યાર્થી

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને સંસ્કૃત શક્તિ ગુરુકુળના વિદ્યાર્થીઓને આર્મી ટ્રેનીંગમાં બેસ્ટ રાઈફલ શુટિંગમાં અને બેસ્ટ કેડેટમાં પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર આપી તેને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નાગરાજસિંહ રાઠોડ, માનવીરસિંહ રાઠોડ, પૃથ્વીરાજસિંહ ગોહિલ દ્વારા વિદ્યાર્થીઓને એક સત્ર સુંદર આર્મીની ટ્રેનીંગ આપવામાં આવે છે. અને રાઈફલ શુટિંગ શીખવાડવા આવે છે.
વર્ષ દરમિયાન બેસ્ટ ટ્રેનીંગ લેનાર વિધાર્થીઓને સંસ્થાના વડા પૂ. શ્રી ડો. રતિદાદા, આચાર્ય શ્રી શીતલબેન મહેતા અને ટ્રેનીંગ સાહેબોના વરદ હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. તથા પૂ. શ્રી. ડો. રતિદાદાએ ટ્રેનરના સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા.
બિપીન પાંધી સાવરકુંડલા