અમીરગઢમા સંધ્યા સમયે એક યુવકને ત્રણ ઇસમો દ્વારા મૂઢમાર મારી મોબાઈલની લૂંટ ચલાવતા લોકોએ બજારો બંધ કરી રેલી યોજી તંત્ર સામે રોષ દર્શાવતા તંત્ર હરકતમાં આવ્યુ હતું અને લાંબા સમયની સજાવટ બાદ વિફરેલા લોકોએ શાંતિ સુલેહની સરત થી શાંત થયાં હતા
તાલુકા મથક અમીરગઢમાં દિવસે દિવસે ચોરીનું અને લૂંટનું પ્રમાણ વધી રહ્યું છે આની સામે તંત્ર કુંભકર્ણની ઘોર નિંદ્રામાં રહેતા સ્થાનીક લોકો આવા ચોર અને જીવલેણ હુમલો કરતા લુંટારાઓથી ડરી જતાં પોતાનાં ઘરમાં ઘોધાઈ રહેવાનું પસંદ કરે છે.
સાંજના સમયે પૂનમચંદ મેલાપચંદ સોની રેલ્વે નજીક જઈ રહ્યાં હતાં. તે દરમિયાન ત્રણ અજાણ્યા ઈસમો દ્વારા તેઓના ઉપર ઓચિંતો જીવલેણ હુમલો કરતા તેઓના માથા અને મોઢાના ભાગે ઢોર માર મારી તેઓના પાસેથી મોબાઈલની લુંટ ચલાવી પલાયન થઇ જતાં આના ઘેરા પ્રત્યાઘાતો સ્થાનિક લોકો પર પડતાં બજાર બંધ રાખી તંત્ર સામે નારાઓ બોલી વિરોધ પ્રદર્શન કરતાં તંત્ર દોડતું થયું હતું અને સ્થાનિક ધારાસભ્ય પણ દોડી આવ્યા હતા.

અમીરગઢ ચાંદની ચોકમાં મિટિંગ યોજી હતી. તંત્ર દ્વારા લોકોને સમજાવવાના પ્રયાસ કરવાં છતાં વારંવાર બાઇક ચોરી અને લૂંટનો ભોગ બનેલા લોકો સમજવાના મૂડમાંના હોઇ લાંબી ચર્ચા અને ટાઉનમાં સિક્યોરિટી અને ચોરને પકડી કાર્યવાહી કરવાની શરતે લોકોએ સમાધાન કર્યું હતું
