શિક્ષણ અને સંસ્કારના સુત્રને સાર્થક કરતી તેમજ દર વર્ષે ધોરણ – ૧૦ અને ધોરણ-૧૨ બોર્ડના સુંદર રીઝલ્ટ લાવી અને બાળકોનું જીવનઘડતર જ જેમનો મુખ્ય ઉદેશ્ય છે તેવી ગાયત્રી સંસ્કાર વિદ્યાલય તેમજ ગાયત્રી સંસ્કૃત શક્તિ ગુરુકુળ તથા હરિબા મહિલા કોલેજમાં વાલી મીટીંગ યોજાઈ હતી .
જેમાં બધા વાલીઓ ખુબજ હર્ષોલ્લાસ સાથે પોતાના લાડકવાયા દીકરા/દીકરીઓને મળવા આવ્યા હતા. મળવાની સાથે બાળકો માટે પોતાના ઘરેથી તેમની મનપસંદ વસ્તુઓ લાવ્યા હતા. બાળકોસાથે વાતચીત કરી હતી અને બાળકોએ પણ પ્રોજેક્ટર દ્વારા ખુબ સુંદર શૈક્ષણીક કાર્ય ચાલે છે. દર અઠવાડિયે ટેસ્ટ લેવાય છે.નબળા વિષયો પર પુરતું દયાન આપવામાં આવે છે. તમે ચિંતાના કરશો એવું આશ્વાસન આપી વાલીને સંતોષકારક જવાબ બાળકોએ આપ્યો હતો.
પૂ.શ્રી. ડો. રતિદાદાએ આશીર્વાદ પાઠવ્યા હતા. શાળામાં અભ્યાસ સાથે ચાલતી સહ અભ્યાસીક પ્રવૃત્તિમાં કરાટે, ધનુવિદ્યા, સ્કેટિંગ, ધોડેસવારી, રાઈફલ શુટિંગ, જેવી અનેક પ્રવૃત્તિઓ પણ બાળકોને કરાવવામાં આવે છે.બધા વાલીઓ પણ શિક્ષણ સાથે સંસ્કારના સમન્વયને નિહાળી ખુબ રાજી થયા હતા. બધાએ સાથે ભોજન લઇ વિદાય લીધી હતી. શાળાના ડાયરેક્ટર શ્રી ભારત ભૂષણ મહેશભાઈ મહેતા તથા આચાર્ય શ્રી શીતલબેન મહેતાએ જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
બિપીન પાંધી સાવરકુંડલા

