શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે તારીખ ૧૦-૧૨-૨૪ ના રોજ ” માનવ અધિકાર દિવસની ” શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ દિન નિમિત્તે શાળાની વિદ્યાર્થીની બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રાર્થનાહોલમાં વિદ્યાર્થીની બહેનો વચ્ચે માનવ અધિકારોની વિસ્તૃત સમજ સાવરકુંડલાના પ્રખ્યાત એડવોકેટ બહેન પાયલબેન ગઢીયા દ્વારા વિદ્યાર્થીની બહેનોને અધિકારો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી અને સાથોસાથ શાળાના આચાર્ય ઉષાબેન બી. તેરૈયાએ પણ માનવ અધિકારો અને બંધારણ વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક મેહુલભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધીસાવરકુંડલા

