Gujarat

છોટાઉદેપુર ની 22 વર્ષની યુવતી સેજલ ગુમ થઈ યુવતીની ભાળ મળે તો જાણ કરવા દીકરીના પિતા તથા પોલીસ તંત્રની વિનંતી

છોટાઉદેપુરથી ગુમ થયેલ સેજલબેનની ભાળ મળે તો જાણ કરશો
 છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૨૩/૦૯/૨૦૨૪ના રોજ છોટાઉદેપુર વિસ્તારનાં રહે- શાસ્ત્રીનગર તા.જિ.છોટાઉદેપુર (મૂળ વિજોલ પુંજાર ફળિયું, તા.જિ. છોટાઉદેપુર) ખાતે રહેતા કન્દુભાઈ ભુખલાભાઈ રાઠવાની દીકરી સેજલબેન હોન્ડા શો રૂમ પાસેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. જેમની ઉંમર ૨૨ વર્ષની છે. જેઓ શરીરે પાતલી  રંગે ઘઉંવર્ણ છે. જેમની ઉંચાઈ આશરે ૫ ફૂટ છે. જેણે શરીરે લાલ કલરની ડ્રેસ તથા લીલા- પીળા કલરની ઓઢણી પહેરેલ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનનો મો.નં.૭૪૩૩૯૭૫૯૩૫ પર સંપર્ક કરવા વિનંતી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર