છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસે આવેલા અલીખેરવા ગામે ૧૫ કરોડના ખર્ચે ૫ એકરની જમીનમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું સાસંદના હસ્તે ખાતમહુર્ત કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યમાં બીજા નંબરનું શિક્ષણ અને તાલીમ ભવન બનવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસે આવેલા અલીખેરવા ગામે ૫ એકર જમીનમાં ૧૫ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરાતા આ ભવનમાં ડાઇટ ભવન, સ્ટાફ રૂમ, વિઝ્યુલ ક્રાફ્ટ અને વિઝ્યુઅલ આર્ટ્સ રૂમ, ડિસ્પ્લે રૂમ, ટ્રેનિંગ હોલ, ૧૦૨ વિદ્યાર્થીઓની કેપેસીટી ધારાવતું હોસ્ટેલ બિલ્ડીંગ જેમાં ડાઇનિંગ રૂમ, વિઝીટર રૂમ, કિચન, વોર્ડન રૂમ, ટોયલેટ બાથરૂમ બ્લોક,એ ઉપરાંત ૮ ક્વાટર્સ રૂમ બનવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
યોજાયેલ કાર્યક્રમમાં સાસંદ જશુભાઈ રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા સહીત શિક્ષણ વિભાગના અધિકારીઓ, સંઘના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

