આવ્યો શિયાળો ઠંડી લઈને.. ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ કપડાંની ખાસ આવશ્યકતા રહે છે.
માનવસેવા અને લોક કલ્યાણકારી કાર્યોની અવિરત ધારા વહેડાવતી ભગીરથી રૂપી સંસ્થા, ચલાલા અને આજુ- બાજુ વિસ્તાર માટે આશીર્વાદરૂપ એવા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે જરૂરિયાત મંદ બાળકોને હાલ કડકડતી ઠંડીમાં સ્વેટર અને ચોપડા વિતરણ કરવામાં આવ્યા.
પુ. શ્રી.ડો. રતિદાદાએ જણાવ્યું હતું કે સેવાકાર્યમાં દાતાઓનો સહયોગ ખુબ અગત્યનો છે. સંજયભાઈ ભુવા તરફથી સહયોગ પ્રાપ્ત થયો હતો. આ સેવા કાર્યથી બધા બાળકો ખુબ જ ખુશ થયા હતા અને અંતરના આશીર્વાદ આપ્યા હતા. તેમજ તમામ વ્યવસ્થા ભારત ભૂષણ મહેશભાઈ મહેતા તથા આચાર્ય શ્રી શીતલબેન મહેતાએ કરી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા

