બનાસકાંઠા જિલ્લામાં પ્રોજેક્ટ સપનું કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ સપનું અંતર્ગત આજરોજ આદર્શ નિવાસી શાળા, અમીરગઢ ખાતે ધોરણ 9 અને 10ના કુલ ૫૨ વિદ્યાર્થીઓના RIASEC ટેસ્ટ લેવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી મુકેશ પ્રજાપતિ અને કેરિયર કાઉન્સિલર નિમિષા પરમાર દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 10 પછીના અભ્યાસક્રમો અંગે માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત RIASEC ટેસ્ટ કેવી રીતે વિદ્યાર્થીઓને મદદરૂપ થાય તે અંગે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા રોજગાર અધિકારી અને કેરિયર કાઉન્સેલર દ્વારા ઉમેદવારોના ટેસ્ટ લઈ તેમનું વન ટુ વન કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.