Gujarat

બાળકોએ વિવિધ કૌશલ્ય દ્વારા કઈ રીતે આર્થિક પ્રવૃત્તિ કરવી તે માટેની સમજ મેળવી હતી. આ આનંદ મેળા થકી બાળકોમાં પ્રામાણિકતા, નૈતિકતા જેવા ગુણો ખીલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળકોએ ખૂબ જ મજા માણી હતી.

રાજકોટ જિલ્લામાં તારીખ 10/ 12/ 2024, મંગળવાર ના રોજ પહેલ ગ્રુપ દ્વારા આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોધિકા તાલુકાની પાંચ શાળાઓએ ભાગ લીધેલ હતો. લોધિકા તાલુકાની હરીપર પ્રાથમિક શાળામાં આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શ્રી રાતૈયા પ્રાથમિક શાળા, શ્રી ખીરસરા પ્રાથમિક શાળા, શ્રી વડવાજડી પ્રાથમિક શાળા, હરીપર અને પડધરી તાલુકાની ઈશ્વરયા પ્રાથમિક શાળાએ ભાગ લીધેલ હતો. જેમાં બાળકો દ્વારા પાણીપુરી ભુંગળા બટેટા લીંબુ શરબત ભેળ સ્ટેશનરી કટલેરી જેવા વિવિધ સ્ટોલોનું બનાવવામાં આવ્યા હતા.

બાળકો દ્વારા અલગ અલગ ગેમ્સ રમવા માટે સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. ખેલોગે તો જીતોગે,ફનવર્ડ હોરર ઝોન જેવા રમત માટેના સ્ટોલ બનાવવામાં આવ્યા હતા.