આજરોજ તાલાળી પ્રાથમિક શાળા માં રોટરી કલબ અમરેલી ગીર દ્વારા બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા….આ તકે રોટરી કલબ અમરેલી ગીરના પ્રેસિડેન્ટ શ્રી દેવદત્તભાઈ જાની અને સેક્રેટરીશ્રી પ્રતિકભાઈ સંઘરાજકા અને પ્રેસિડેન્ટ શ્રી અંબરીશભાઈ રાજ્યગુરુ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કર્યા હતા.જેમાં અેસ.એમ.સી. તાલાળી ના અધ્યક્ષ શૈલેષભાઈ પડસાળા તેમજ સભ્ય સોનલબેન, આચાર્ય સીમાબેન વ્યાસ , અલ્પાબેન અને સ્ટાફમિત્રો પણ કાર્યક્રમમાં સહયોગી બન્યા હતા. અેસ. એમ. સી. અને તાલાળી શાળા પરીવારે સ્વેટર દ્વારા બાળકોને હૂંફ પૂરી પાડનાર સંસ્થા રોટરી કલબ અમરેલી ગીરનો અને સહભાગી થનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દૂધાત ભક્તિ એ કર્યું હતું.
રિપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ


