પાટણ-સરસ્વતિ તાલુકાનાં વાગડોદ પંથકનાં રેચવી પાટિયા પાસે મોડી રાત્રે 11.30 વાગ્યાના સુમારે પશુપ્રેમીઓએ એક શંકાસ્પદ ગાડીને અટકાવી હતી. તેમાં ખીચોખીચ ભરેલા 35 જેટલા પશુઓ મળી આવ્યાં હતા.
ભરચક પશુઓ ભરવાનાં કારણે ત્રાસદાયક બનતાં એક પાડાનું મોત થઈ ગયેલું જાણવા મળ્યું હતું. આ તમામ પશુઓ ભરેલી ગાડીને પોલીસને સુપ્રત કરાઈ હતી.
આ અંગેની મળતી માહિતી મુજબ, સરસ્વતિનાં વાગડોદ પથંકમાં રાત્રે પશુપ્રેમીઓ પાટણ- ડીસા રોડ પર સરસ્વતિનાં વાગડોદ ગામ પાસે રેંચવી પાટીયા પાસે ઉભા હતા. ત્યારે ડીસા તરફથી પુરઝડપે આવતી એક ગાડીને ઉભી રખાવી હતી.
આ લોકોએ ગાડીની તલાસી લેતાં તેની પાછળનાં ભાગેની બોડીમાંથી પશુઓનો અવાજ આવતો હોવાથી ગાડી ઉપર ચઢીને જોતાં ટ્રકમાં ભેંસનાં પાડા તથા પાડીઓ ખિચોખિચ ભરેલી હતી. આ લોકોએ આ આયસર ચાલક અને અન્ય વ્યક્તિ સામે કાયદેસર કાર્યવાહી થાય તે માટે વાગડોદ પોલીસ સ્ટેશને લાવીને રજુ કરી હતી અને આ ટ્રકમાં બેઠેલા ચાલક અને ક્લિનરનાં નામ પુછતાં તેઓ ચાલકનું નામ શાકિર સલીમ નૂર મહંમદ કુરેશી રે. સોજત, તા. પાલી, રાજસ્થાન તથા તેની સાથેના શખ્સનું નામ સહેજાદ બિરજુખાન અલ્લાઉદ્દીન મીરાસી રે. સોજત તા. પાલી હોવાનું જણાવ્યું હતું.
આ બે શખ્સોએ ટ્રકમાં પાડા પાડીઓને કષ્ટદાયક રીતે જોરથી બાંધીને તેમનાં માટે ઘાસચારા કે પાણીની વ્યવસ્થા કરી નહોતી.
આ પશુઓની ગણતરી કરતાં 33 પાડાઓ અને બે પાડીઓ મળી કુલે 35 જીવ ભરેલા હતા. તેમાંથી એક પાડો મોતને ભેટેલો હતો. આ તમામ પશુઓ એકથી ત્રણ વર્ષની ઉંમરનાં હતા.
આ બંને શખ્સો પાસે પશુઓની હેરાફેરી કરવાનું કોઇ જ લાયસન્સ – પરવાનો નહોતો. આ પશુઓને ધાનેરાનાં ગોળા ખાતે આવેલા ગનીભાઈ સુમરાના વાડામાંથી ભરીને અમદાવાદનાં દાણીલીમડા ખાતે ઢોર બજારમાં લઈ જવાના હતા.
આ બનાવ અંગે પોલીસે બંને શખ્સો સામે બી.એન.એસ. 281/325 તથા પશુ પ્રત્યે કુરતા પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો નોંધ્યો હતો.