નડિયાદની યુવતીએ પોતાનો જન્મદિવસ અનોખી રીતે મનાવ્યો છે અને સમાજને નવી રાહ ચિંધી છે. ખોટા ખર્ચા પર કાપ મૂકી એ નાણાંથી જરૂરીયાતમંદની મદદ કરી છે. પોતાના જન્મદિવસની રાત્રે ફુટપાથ પર રાતવાસો કરતા અને ઠંડીમાં ઠુઠવાતા શ્રમજીવીઓને વસ્ત્રદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. આ યુવતી પોતાના સ્વખર્ચે ગ્રુપના લોકોને સામેલ કરી ફુટપાથ પર રાતવાસો કરતા લોકોને ગરમ બ્લેન્કેટ આપ્યા છે.
નડિયાદના મંજીપુરા ગામે કુઈવાળા ફળિયામાં રહેતી 35 વર્ષિય અંકિતા પટેલે પોતાનો જન્મદિવસ ખાસ રીતે મનાવ્યો છે. સામાન્ય રીતે કેક કાપવી, બહાર હોટલમાં જમવા જવુ એ રીતનુ આયોજન હોય છે. પરંતુ આ યુવતીએ મનમાં સેવાનો સંકલ્પ સાથે માનવતા ભરી પહેલ કરી છે. ફુટપાથ પર રાતવાસો કરતા અને ઠંડીમાં ઠુઠવાતા લોકો વચ્ચે પહોંચી ગરમ બ્લેન્કેટ આપ્યા છે.
આ યુવતી દ્વારા મહાદેવ ગ્રુપ ચલાવવામાં આવી રહ્યું છે. જેના થકી સમાજમાં સામાજિક, શૈક્ષણિક પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. અંકિતા પટેલે પોતાના જન્મદિવસ નિમિત્તે ખાસ સેવાનુ માધ્યમ બની આ ફુટપાથ પર રાતવાસો શ્રમજીવી સુધી પહોંચી માનવતાની સેવા કરી છે.

આ પ્રસંગે અમરીશ પટેલ, સુજલ સોલંકી, નિલેશ પરમાર, ગૃહિત પ્રજાપતી, ઉમંગ પ્રજાપતી, નચિકેત પ્રજાપતી, મેહુલ સોલંકી, હેલી, જૈની જોડાઈ આ ભગીરથ કાર્ય પાર પાડ્યું છે. એનડી દેસાઈ હોસ્પિટલથી રેલવે સ્ટેશન સુધીના રોડ પર 30થી વધુ ફુટપાથ રાતવાસો કરતા શ્રમજીવીઓને આ ગરમ બ્લેન્કેટ આપ્યું કોઈ પ્લાસ્ટિકની કોથળી ઓઢી ને તો કોઈ રૂમાલ ઓઢીને રાતવસો કરતા હતા જે તમામને ગરમ બ્લેન્કેટ આપવામાં આવ્યું છે તેમ અંકિતા પટેલે જણાવ્યું છે.



