મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી રાજેશ ભાઈ ઝાલા ની અખીલ ભારતીય ઓ.બી.સી મહાસભાના મધ્ય ગુજરાત ના પ્રમુખ તરીકે નિમણૂક થવા બદલ કઠલાલ શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે કઠલાલ તાલુકા શહેર કોંગ્રેસ પ્રમુખ દિલીપસિંહ ચૌહાણ,કઠલાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી કઠલાલ ના ચેરમેન ગોપાલભાઈ સોલંકી,કઠલાલ શહેર કોંગ્રેસ એસ.સી.એસ.ટી સેલ ના પ્રમુખ અશ્વિનભાઈ કઠલાલ વાળા, ગગાભાઈ બારૈયા, કઠલાલ શહેર યુવા કોંગ્રેસ ઉપ પ્રમુખ અજિતસિંહ સોઢા,ભીખાભાઇ રોહિત,તથા કઠલાલ શહેર કોંગ્રેસ ના કાર્યકરો અને યુવા કોંગ્રેસ ના કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા.


