Gujarat

જેતપુરના સમઢીયાળા ગામ નજીક બજાજ મેક્સિકો રીક્ષા-કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં અગિયારને ગંભીર ઇજા:એક મહિલાનું મોત

જેતપુરના સમઢીયાળા ગામ પાસે આવેલ રણુજા રોડ ઉપર કાર અને બજાજ મેક્સિકો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા કેટર્સમાં કામ કરતી મહિલાઓ સાથે બાળકોને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી  જેથી તેઓને તુરંત જ સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.જેમાં એક મહિલાનું મૃત્યુ નીપજયું હતું.
અકસ્માતની મળતી વિગતો અનુસાર જેતપુરના સમઢીયાળા ગામ નજીક આવેલ રણુજા મંદિર પાસે બજાજ મેક્સિકો  રીક્ષા નં જીજે ૧૧ યુયું ૧૫૮૮માં જેતપુરમાં કેટર્સનું કામ કરતી મહિલાઓ ભરી કરિયા ગામ તરફ જવા નીકળ્યા હતા એ દરમિયાન સમઢીયાળા ગામ નજીક આવેલ રણુજા મંદિર પાસે પાસેથી પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન અચાનક જ આગળથી પુરપાટ ઝડપે આવી રહેલ સ્વિફ્ટ કાર  નં જીજે ૦૧ એચક્યુ ૪૪૪૮ ના ચાલકે  પિયાગો રીક્ષાને ટક્કર મારી હતી.
આ અકસ્માતને પગલે  રીક્ષા ચાલક
નીતિન વાઘેલા તેમજ બે બાળકો નેન્સી જીતેન્દ્રભાઈ પરમાર,ઈસીતા જીતેન્દ્ર પરમાર,તેમજ બાળકોની માતા મનીષા જીતેન્દ્રભાઇ પરમાર તેમજ અન્ય મહિલાઓ શાબુબેન મહેબૂબ કુરેશી,રેખાબેન દિનેશભાઇ આઘેરા, વૈદા મહંમદ બેલીમ,અનિશા અબુલભાઈ કુરેશી,લીલાબેન ઉકાભાઈ સોલંકી,લીલાબેન કેશુભાઇ સરવૈયા, સલમાબેન સલીમભાઈ કુરેશી, યાસ્મીબેન બેલીમ,તમામ પેસેન્જરોને ઈજા થઈ હતી.આ બનાવ અંગે ૧૦૮માં જાણ કરતા તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે વિવિધ વાહનો દ્વારા જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં તમામ ઇજાગ્રસ્તો નો પરિવાર સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા આ અકસ્માતમાં રિક્ષા ચાલકની માતા સારવાર દરમિયાન લીલાબેન ઉકાભાઇ સોલંકી  મૃત્યુ નીપજ્યું હતું.આ અંગે જેતપુર તાલુકા પોલીસ મથકે રિક્ષાચાલક રાજેશ ઉકા ભાઇ સોલંકીએ અજાણ્યાં સ્વીફ્ટ કાર ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો
આ અંગે જેતપુર તાલુકા પોલીસે જીજે ૦૧ એચક્યુ ૪૪૪૮ ના અજાણ્યા ચાલક સામે ગુનો નોંધી ઇ.પી.કો કલમ.-૨૭૯,૩૩૭,૩૦૪(અ) એમ.વી.એકટ.કલમ ૧૭૭,૧૮૪,૧૩૪,મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20211205-183220_Gallery.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *