મકસૂદ કારીગર,ખેડા-કઠલાલ
શિક્ષણ કલામંદિર હાઈસ્કૂલ,ઘોઘાવાડામાં “ફિટ ઈન્ડિયા વીક”કાર્યક્રમની શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ સ્વરૂપે ભવ્ય ઉજવણી કરવામાં આવી,જેમાં શાળા ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા,વક્તૃત્વ સ્પર્ધા અને કસરત સ્પર્ધાનું આયોજન કરાયું. સ્પર્ધામાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ-ઓડ શિવાની,બારૈયા મિત્તલબેન અને ભોઇ તુલસીને શાળાના આચાર્યશ્રી ડી.પી.પટેલે પ્રોત્સાહક ઈનામ આપવાનું જાહેર કર્યું. ઉજવણીને સફળ બનાવવા બદલ શ્રી જે.આર.ડાભી અને, શ્રીજી.જી.પરમારને તથા સમસ્ત શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા.
Attachments area


