દુકાનના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાતા ફરિયાદ નોંધાવાઈ હતી
જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં એક અજાણ્યા યુવકે અંધારાનો લાભ લઇ એક ગાય સાથે દુષ્કર્મ ગુજાર્યાનું ત્યાં આવેલ દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થતા દુકાનદાર દ્વારા ફરિયાદ થતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પરપ્રાંતિય નરાધમને ઝડપી લીધો હતો. શહેરના સામાકાંઠા વિસ્તારમાં ન્યુ ખટાઉ ડાઇંગની સામે નીતિનભાઈ સાંજવાની ક્રિષ્ના મોબાઈલ નામની દુકાન આવેલ છે.
આ દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાંથી એક કેમેરો થોડો ત્રાસો થઈ ગયો હતો. જે કેમેરો નીતિનભાઈ સીધો કરી મોનીટરમાં જોતાં મોડી રાત્રીના. એક શખ્સ કે જેણે સિલ્વર કલરનું ટી શર્ટ જેમાં છાતીના ભાગે સુપર ડે લાલ કલરમાં લખેલ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ તે શખ્સ કેમેરો ત્રાસો કરતો જોવા મળેલ. જ્યારે અન્ય કેમેરામાં આ શખ્સ દુકાનની સામેના મેદાનમાં ગાયો બેસેલ ત્યાં ગાયની પાછળ બેસી. જાય છે અને પોતાનું પેન્ટ ઉતારી ગાયની સાથે દુષ્કર્મ કરવાની કોશિષ કરે છે પરંતુ ગાય ત્યાંથી ઉભી થઈ જતા આ શખ્સ થોડે દુર બીજી ગાયો બેઠી હોય ત્યાં જાય છે અને ત્યાં પણ આવું જ કૃત્ય કરે છે.
અને રસ્તા પર કોઈ વાહન નીકળે ત્યારે વાહનની લાઈટનું અજવાળું પડે એટલે તરત ઉભો થઈ જતો અને ફરીથી પાછો દુષ્કર્મ કરવા લાગે છે. આવું કૃત્ય સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા રામદેવભાઈ દ્વારા આ અજાણ્યા શખ્સ સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચલાવી નવાગઢ રબારિકા રોડ ઉપ રૂદ્રાક્ષ સાડીના કારખાનામાં કામ કરતા રવિ સુનિતનારાયણ ગૌતમ (ઉ.૨૭)ના શખસને ઝડપી લઈ પશુ તરફ ઘાતકી અટકાવવા માટેનો અધિનિયમ સન ૧૯૬૦ની કલમ ૧૧ (૧) એ, બીએનએસ ૨૯૮ તથા જીપીએ ૧૧૯ એકટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

