અમરેલી શહેરમાં કેરિયા રોડ ઉપર આવેલ અયોધ્યા એપાર્ટમેન્ટમાં સ્પા મસાજ ચાલતા હોવાને કારણે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવતા રાતે ચીફ ઓફિસર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. રેસિડેન્ટ વિસ્તાર હોવાને કારણે લોકો વિરોધ નોંધાવ્યો હતો.
આજે અમરેલીમાં ફરીવાર મહિલાઓ રણચંડી બની વિરોધ નોંધાવી સ્પા બંધ કરાવી સ્પા મસાજના પોસ્ટરો બોર્ડને મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે સળગાવી વિરોધ નોંધાવ્યો હતો.
સ્પા મસાજની કેટલીક દુકાનો ખુલવા ન દીધી અને જાહેરમાં બેનર સળગાવી દીધા હતા અને ભારે હોબાળો મચતા સિટી પોલીસ દોડી આવી હતી. મહિલાઓને સમજાવી મામલો શાંત પાડવા માટેનો પ્રયાસ કર્યો હતો.
મહિલાઓએ સ્પા અડચણરૂપ હોવાના આક્ષેપો કર્યા હતા. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા સંજય ખરાટ સુધી પહોંચતા પ્રથમ ચેકિંગ માટે રેડો કરવામાં આવી હતી, પરંતુ ગેરકાયદેસર પ્રવૃતિઓ નહીં મળતા રેસિડેન્ટ વિસ્તાર હોવાને કારણે સ્પા મસાજ હાલમાં બંધ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.

અયોઘ્યા એપારમેન્ટમાં રહેતા કિરણબેન દેસાઈએ કહ્યું મારે ઘરનું મકાન છે, ઉપર સ્પા ચાલે છે. બહુ ખરાબ ખરાબ બધું બોલતા હોય છે એટલે અમે સ્પા બંધ કરાવવા માટે કહી રહ્યા છે, આ ઝૂંબેશ 6 માસથી ચાલે છે.

સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા સંજય ખરાટનો સંપર્ક કરતા કહ્યું હતું કે, સ્પા મામલે રજૂઆતો આવતા પોલીસે રેડ કરી પરંતુ કોઈ ગેરકાયદેસર પ્રવૃતિઓ મળી નથી, ત્યાં કામ કરતી મહિલાઓ સ્વૈચ્છિક કામ કરી રહી છે. ચકાસણી પણ કરી છે. હાલ રેસિડેન્ટ વિસ્તાર હોવાને કારણે નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ સૂચના આપી છે. હાલ પોલીસને પણ સૂચના આપી છે. સ્પા મસાજ બંધ કરવા માટે અને આવતા સમયમાં કલેક્ટરનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે પ્રોસેસ કરી રહ્યા છે, જે રીતે કમિશનર વિસ્તારમાં જાહેરનામા છે, તેવી રીતે અમે અહીંયા જાહેરનામા પ્રસિદ્ધ કરાવીશું નિયમ મુજબ.

