નડિયાદ બાર એસોશીએશન આજે 20મી ડીસેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં માત્ર ચાર બેઠકો બિનહરિફ બની છે. જ્યારે બાકીની 11 બેઠકો માટે ચૂંટણી મેદાનમાં ઉભેલા 15 ઉમેદવારોનું ભાવિ નડિયાદ બારના 750 કરતા વધુ મતદારો મત પેટીમાં સીલ કરવા લાઈનમાં લાગ્યા છે.
નડિયાદ બાર એસોસિયેશનની ચૂંટણી આજે શુક્રવારના રોજ નડિયાદ કોર્ટ પરિસરમાં આવેલ બારના હોલમાં યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં સતત બે વખત જીતેલા અનીલ વસંતભાઈ ગૌતમએ ત્રીજી વખત પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. સામે મહિલા ઉમેદવાર પારૂલબેન મેદાનમાં છે. ઉપપ્રમુખ માટે વિલાસકુમાર રમણિકલાલ અમીન અને મહેન્દ્રભાઈ નારણભાઈ મકવાણા, સેક્રેટરી માટે અશોકભાઈ રામજીભાઈ મહીડા અને સબ્બીરઅહેમદ મકસુદઅહેમદ મલેક મેદાનમાં છે.

જ્યારે જોઈન્ટ સેક્રેટરી મનીષ મણીલાલ ગોહીલ (બિનહરીફ) બન્યા છે. ખજાનચી તરીકે રીતેષકુમાર કૌશીકભાઈ પટેલ (બિનહરીફ) બન્યા છે. લાઇબ્રેરી સેક્રેટરી દિપસિંહ કેસરીસિંહ રાણા (બિનહરીફ) બન્યા છે. આ ઉપરાંત મહિલા પ્રતિનિધિ તરીકે સંગીતાબેન રસીકલાલ પરમાર (બિનહરીફ) બન્યા છે.

કારોબારી સભ્યોની આઠ બેઠકો માટે નવ ઉમેદવાર મેદાનમાં છે જેમાં અરવિંદભાઈ સોમાભાઈ પરમાર, મહંમદહારીફ અબ્દુલકાદર શેખ, દર્શન રમેશભાઈ સુથાર, લખન વિનાયકભાઈ ઠાકુર, અમીતકુમાર ગીરીશભાઈ વ્યાસ, જીગરકુમાર કનુભાઈ પ્રજાપતિ, તેજેન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર, જયદિપસિંહ મુકેશકુમાર રાજપરમાર,રમણભાઈ વનાભાઈ તળપદા મેદાનમાં છે. આમ બાકી રહેલી 11 બેઠકો માટે 15 ઉમેદવારો હાલમાં મેદાનમાં છે. તેમનું ભાવી બારના 750 કરતાં વધુ વકીલો મત પેટીમાં આજે સીલ કરી રહ્યા છે. જે બાદ મોડી સાંજે બેલેટની ગણતરી કરાશે અને મોડી સાંજે પરિણામ જાહેર થશે.


