નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે નડિયાદમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા અનોખી રીતે પર્વની ઉજવણી કરી હતી. સંત અન્ના પરિવારે વૃધ્ધાશ્રમમાં પહોંચી સાન્તાક્લોઝ બની વૃદ્ધ બા-દાદાને બ્લેન્કેટની ગીફ્ટ આપી હતી. સાથે સાથે મોં મીઠું કરી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
બુધવારે 25મી ડિસેમ્બરના રોજ નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે ખ્રિસ્તી સમુદાયના લોકો આ પર્વને વધાવવા આતુર બન્યા છે. નડિયાદમાં સંત અન્ના પરિવારે નાતાલ પર્વના આગળના દિવસે અનોખી રીતે પર્વની ઉજવણી કરી હતી. જેમાં આ પરિવારના સભ્યો નડિયાદમાં આવેલ દીકરાના ઘર (વૃધ્ધાશ્રમ) ખાતે પહોંચી 95 વૃદ્ધ બા-દાદાને ગરમ બ્લેન્કેટ આપ્યા હતા. આ ઉપરાંત પરિવારના સભ્યોએ નાતાલના ગીતો ગાયા હતા તેમજ બાળ ઈસુના જન્મની વધામણી અને તમામ વડીલ વૃધ્ધના તંદુરસ્તી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.