રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ અને અનુસૂચિત જાતિ સમાજે મામલતદાર ને આવેદનપત્ર આપ્યુ
ભારતના ગૃહમંત્રી અમિત શાહ એ ચાલુ સસંદ સત્રમાં બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરજી વિશે અશોભનીય ટીપ્પણી કરતા દેશના અનેક લોકોની લાગણી દુભાયેલ છે જેને લઈ આજે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ તથા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજીનામુ આપે અને માફી માગે ની માંગ સાથે રાણપુર શહેરમાં આવેલ બાબા સાહેબ આંબેડકરજી ની પ્રતિમા ને રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહરભાઈ પંચાળા દ્વારા ફુલહાર પહેરાવીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.આ રેલી સુત્રોચ્ચાર સાથે રાણપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું આ રેલીમાં રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો આગેવાનો કાર્યકરો તેમજ અનુસૂચિત જાતિ સમાજના લોકો જોડાયા હતા…
તસવીર:વિપુલ લુહાર




