Gujarat

ગુજકોસ્ટ(GUJCOST) દ્વારા ઝોનલ કક્ષાની સ્ટેમ ક્વિઝ સ્પર્ધા વડોદરા ખાતે યોજાઈ

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર,ડી.એસ.ટી ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા જિલ્લા કક્ષાની ઓનલાઈન સ્ટેમ ક્વીઝ પરીક્ષા અગાઉ તા.૦૨ થી ૦૫મી ડીસેમ્બર ૨૦૨૪  દરમ્યાન યોજાઈ હતી.જેમાં તાલુકા દીઠ ૧૦ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.
જેનું ઝોનલ કક્ષા રાઉન્ડનું આયોજન તા.૨૨-૧૨-૨૦૨૪ ના રોજ નવરચન યુનિવર્સીટી વડોદરા ખાતે ગુજકોસ્ટ,ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું.ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા ઉત્તીર્ણ થયેલ કુલ ૬૦ વિદ્યાર્થી તેમજ ૦૬ તાલુકા કો-ઓર્ડીનેટર ભાગ લઇ શકે એ મુજબ GSRTC બસનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજકોસ્ટ દ્વારા ભાગ લીધેલ તમામને પ્રમાણપત્ર તેમજ વિદ્યાર્થીને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં તાલુકા દીઠ ટોપ ૪ વિદ્યાર્થી રાજ્ય કક્ષાએ ભાગ લેશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર