Gujarat

વિકાસના પથ પર અગ્રેસર જેતપુર – પાવી વિધાનસભા મતવિસ્તાર

રાજ્ય માર્ગ અને મકાન વિભાગ હસ્તકના  ટ્રાયબલ વિસ્તારના રસ્તાઓને 10.00 મીટર પહોળા કરવાની કામગીરી માટે 116 કરોડ મંજુર કર્યા, ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર માન્યો.
છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા એ 138 વિધાનસભામાં રસ્તાઓ પહોળા કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે રાજ્ય સરકારે 138 વિધાનસભામાં સમાવેશ જેતપુર – ચલામલી રોડ,મોડાસર કલારાણી કવાટ રોડ અને મોડાસર કલારાણી કવાટ રોડને પહોળો કરવા માટે મંજૂરી આપી છે. જેમાં 116 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે. જેને લઈને આ વિસ્તારના લોકોમાં આનંદ સાથે ખુશી જોવા મળી છે. અને લોકોએ રાજ્ય સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
આ બાબતે 138 જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે આ વિસ્તારની લોકોની માંગણીને લઈને અમે લોકોએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી, જે રજૂઆતમાં પગલે રાજ્ય સરકારે અમારા વિસ્તારમાં રસ્તા પહોળા કરવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. અમારા વિસ્તારના લોકોને ખૂબ આનો ફાયદો થવાનો છે. જે બાબતે હું પોતે અને આ વિસ્તારના લોકો રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરીએ છે. એમ તેઓએ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર