મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત એક્શન પ્લાન મુજબ બોડેલી અને સંખેડા તાલુકા પંચાયત ખાતે તલાટી કમ મંત્રી સાથે બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીક ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજનાના કર્મચારી દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ જેવી કે વ્હાલી દીકરી યોજના /ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના / ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય /મહિલા સ્વાવલંબન યોજનાની માહિતી આપવામાં આવી હતી. તથા વ્હાલી દીકરી યોજનાના વધુ લાભ અપાવવા ,મહિલા સુરક્ષા સબંધિત મહિલા કલ્યાણકારી યોજનાઓ જેવી કે DHEW /OSC/181/ મહિલા સહાયતા કેન્દ્ર PBSC વિષયક જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

