કેશવ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી.માણાવદર શાખાનો સભાસદ મિલન કાર્યક્રમ યોજાયો
આજરોજ કેશવ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી.માણાવદર શાખાનો સભાસદ મિલન કાર્યક્રમ યોજાયો, જેમા કેશવ ક્રેડીટ જુનાગઢના સી.ઈ.ઓ શ્રી પી.એસ.ગજેરા સાહેબ, શાખા પ્રભારી ડાયરેક્ટર શ્રી ગોવિંદભાઇ ત્રાડા સાહેબ તથા માણાવદર તાલુકા શિક્ષક શરાફી મંડળીના પ્રમુખશ્રી દિલીપભાઈ કંડોરીયા સાહેબ, ડાયરેક્ટર શ્રી વિનુભાઈ જાની, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તાલુકા સંચાલક ભાવેશભાઈ માકડીયા, કોલેજના પ્રોફેસર કે.ડી. કલસરીયા સાહેબ,શાખા સંયોજકશ્રી ભનુભાઈ બારૈયા,સહ સંયોજકશ્રી સુરેશભાઈ મેલવાણી,તથા શાખા સમિતિના તમામ સદસ્યો,અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યાં હતા, કાર્યક્રમ દરમિયાન સભાસદ રાજેશભાઈ જાનીએ આત્મનિર્ભર લોન વિશે અને કેશવ ક્રેડીટના મેનેજમેન્ટ અને સ્ટાફની કામગીરી વિશેનો પોતાનો સુખઃદ અનુભવ જણાવ્યો હતો, કાર્યક્રમનું સંચાલન શાખા મેનેજર નિરજભાઈ જોષીએ કર્યુ હતુ,કાર્યક્રમને સફળ બનાવવા શાખા સમિતિના સભ્યો તથા કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
તસવીર અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર