પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને કાર્યકરોએ પાણીબાર ખાતે નિહાળ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’નો ૧૧૭ મો લાઈવ એપિસોડના કાર્યક્રમમાં પાવીજેતપુર તાલુકાના પાણીબાર ગામે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના નિવાસસ્થાને નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા સંગઠન પૂર્વ મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા, કનલવા જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ રાઠવા, પાવીજેતપુર તાલુકા પ્રમુખ મુકેશભાઈ રાઠવા , પાવીજેતપુર તાલુકા સંગઠન પ્રમુખ કીરણ ભાઈ રાઠવા તેમજ વિસ્તરના આગેવાનો, આસપાસના ગામોના સરપંચ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર