કડી તાલુકાના ચાંદરડાથી ઇકો કારમાં બાબુજી લક્ષ્મણજી ઠાકોર સવારે 10:00 કલાકે અમદાવાદ જઈ રહ્યાં હતા.તે સમય અચાનક તેમને ગભરામણ થતાં તેઓ કલોલ ઉતરી ગયા હતા. ત્યાં તેમની તબિયત વધુ ખરાબ થઈ જતાં તાત્કાલિક 108માં કલોલ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન ડોકટરે તેમનું હાર્ટ એટેક કારણે મુત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ અંગે પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી.
કલોલ તાલુકાના રાંચરડાથી બોપલ તરફ જવાના હાઇવે પર નાંદોલી પાટીયા પાસે સાંતેજ પોલીસ દ્વારા વાહનો ચેકીંગ કરવામાં આવતા હતા.
તે સમય દરમ્યાન કાર નંબર GJ.01 WS.7646નો ચાલક નશો કરેલી હાલતમાં કાર આડી અવળી સર્પ આકારે હંકારી આવતો હોય તેને પોલીસે અટકાવી તપાસ કરતા તે નશો કરેલી હાલતમાં હોય સાંતેજ પોલીસે તેને ઝડપી લીધો હતો.
આ કાર ચાલકને પોલીસે તેનું નામ સરનામું પૂછતા આરોપીએ તેનું નામ દેસાઇ નરેશ કમલેશભાઈ રહે.રબારીના છાપરા જય અંબે નગર જોધપુર અમદાવાદનો હોવાનું જણાવેલ. પોલીસે કાર સાથે ધરપકડ કરી હતી.
આ આરોપી વિરુધ્ધ પ્રોહિબ્રિશન એકટ અને મોટર વ્હીકલ એકટના કાયદાઓના ભંગ ગુનો નોંધ પોલિસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.