પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન અંતર્ગત ગાંધીનગર ખાતે આજ રોજ તારીખ ૨૯/૧૨/૨૦૨૪ને રવિવારે સત્કાર કાર્યક્રમ યોજાયો. ગુજરાત રાજ્યમાંથી ૧૬૦ શિક્ષકો દ્રારા ત્રણ લાખ ઉપરાંત વેસ્ટ બોટલમાં વેસ્ટેજ પ્લાસ્ટિક ભરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
જે અંતર્ગત વર્લ્ડવાઈડ બુક ઓફ રેકોર્ડ પ્રમાણપત્ર અને મેડલ વિતરણ સમારંભમાં એમ. કે. રાવલ નિયામક પરિક્ષા , એમ. પી. મહેતા સચિવ સમગ્ર શિક્ષા, પુલકિત જોશી મદદનીશ સચિવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર , દિવાસ્વપ્ન ફિલ્મ નિર્માતા નરેશભાઈ પ્રજાપતિ, રાષ્ટ્રીય પારિતોષિક જીતેન્દ્રભાઈ વાઝા, નીપાબેન, સુરેશભાઈ ઠક્કર, રાકેશભાઈ પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યા.
જેમાં ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત શાળા નં. ૪૮ ના શિક્ષિકા અંજનાબેન ગઢવી અને શાળાના વિદ્યાર્થીઓના સહયોગથી પ્લાસ્ટિક મુક્ત શાળાનું અભિયાન આદરી વેસ્ટ બોટલમાં વેસ્ટેજ પ્લાસ્ટિક ભરી પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ બોટલોને વેસ્ટેજના કરતાં બાળકોના શિક્ષણ કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવી હતી. આ અભિયાન હજી આગળ પણ ચાલુ રાખવામાં આવશે. શાળા પરિવાર દ્વારા અંજનાબેનને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.