Gujarat

વતનના જિલ્લા સુરેન્દ્રનગર માં બદલી થતાં છોટાઉદેપુરનાં સિહાદા પ્રાથમિક શાળાનાં શિક્ષકનો વિદાય-સન્માન કાર્યક્રમ યોજાયો

છોટાઉદેપુરનાં સિહાદા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે છેલ્લા આઠ વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા સરળ અને સૌમ્ય સ્વભાવી શિક્ષક નરદીપસિંહ રાઠોડ કે જેઓ શાળા માં પણ બાળકોને પણ ઉત્તમ અને ઉદાહરણરૂપ સેવાઓ આપતા હતા ઉપરાંત અહીં છોટાઉદેપુર જિલ્લાના  પોલીસ- પીએસઆઇ, તલાટી, વનરક્ષક સહિતની  સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહેલા યુવાનોને પણ જય જવાન સૈનિક ફાઉન્ડેશન તથા બીરસા એજ્યુકેશન ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલ નિઃશુલ્ક કોચિંગ ક્લાસમાં તેમના નોલેજનો ઉમેદવારોને લાભદાયી પરિણામ સ્વરૂપે ૩૩ જેટલા ઉમેદવારો પોલીસ/ પીએસઆઇ ની લેખિત પરિક્ષા માં સફળતા પ્રાપ્ત કરવા માં તેમનું અમૂલ્ય યોગદાન રહ્યું હતું.
 તેમજ છોટાઉદેપુર નાં મધ્યપ્રદેશ સરહદી અને અંતરિયાળ એવા ગુનાટા ખાતે સ્થિત રાઠ વિસ્તાર ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા સંચાલિત રાણી કાજલ કન્યા છાત્રાલય ની બાળાઓ ને પણ તેઓ છોટાઉદેપુર ખાતેથી  છેક અંતરિયાળ એવા ગુનાટા ખાતે  પહોંચી વધારાનું શિક્ષણ આપવાનો તેમનો સરાહનીય પ્રયાસ રહ્યો હતો,આમ પોતાની શિક્ષક તરીકે ફરજ ઉપરાંત અન્ય સામાજિક પ્રવૃત્તિઓ માં પણ તેઓ સ્થાનીક સેવાભાવી કાર્યકરો સાથે એકમેક થઇ શિક્ષણલક્ષી તેમજ સમાજલક્ષી સેવાઓ આપવા બદલ જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુર તથા  ઈકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશીયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા તેમનો નાનકડો વિદાય- સન્માન કાર્યક્રમ યોજી તેમના અહીં છોટાઉદેપુર જિલ્લાની નોકરી ની ફરજ દરમ્યાન આપેલ અન્ય સરાહનીય સેવાઓ માટે   વાલસિંગભાઈ રાઠવા, વિનોદભાઈ રાઠવા, ગોપાલભાઈ રાઠવા, સોમાભાઈ રાઠવા, રમલીયાભાઈ રાઠવા, અજીતભાઈ રૂમડીયા બેનાબેન રાઠવા કાન્તાબેન ભાયાભાઈ રાઠવા,  અબરસિંગભાઈ રાઠવા, મહેન્દ્રભાઈ પોટીયા, સહિત ના સામાજિક કાર્યકરો દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર