Gujarat

વંથલીના ટીનમસ ફાટકે ફોરટ્રેક ઉપર સર્કલ બનાવવાનો ફરી વાયદો કરાતા આંદોલન મૌકૂફ

વંથલી તાલુકાના ટીનમસ ફાટકે અવારનવાર અકસ્માત બનવાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે જેને લઇ ગ્રામજનો તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 26 ડિસેમ્બરના રોજ કલેકટર,મામલતદાર, કાર્યપાલક ઇજનેર સહિત લેખિત રજૂઆત કરી 1 જાન્યુઆરી સુધીમાં સર્કલ બનાવવા રજૂઆત કરી હતી પણ આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજરોજ ગ્રામજનો દ્વારા સવારે 10 કલાકે ટીનમસ ફાટકે ગાંધી ચિંધ્યા માર્ગે આ રસ્તા પર રસ્તા આંદોલન ની ચીમકી આપવામાં આવી હતી જેને લઈ ટીમમસ તેમજ આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા આ તકે કોઈ અનિચ્છનિય બનવા ન બને તેને લઈ ડી વાય એસ પી નિકિતા શિરોયા તેમજ psi વાય.બી.રાણા તેમજ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો

ગ્રામજનો રસ્તા આંદોલન શરૂ કરે તે પહેલા વંથલી મામલતદાર શુક્લા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકોની રજૂઆત સાંભળી નેશનલ હાઇવે ઓથોરિટી સાથે સંકલન માં રહી વહેલી તકે આ જગ્યાએ સર્કલ બનાવવાની લોકોની માંગણી છે તેને હલ કરવાની ખાત્રી આપતા હાલ પૂરતું આ આંદોલન મોકૂફ રાખવામાં આવતા તંત્રે હાશકારો અનુભવ્યો હતો.

ગ્રામજન પ્રવીણભાઈએ કહ્યું હતું કેનેશનલ હાઇવે નો પસાર થતા રસ્તા પર આખા, સેદરડા, તેમજ ટીમમસ ગામના લોકો અહી સર્કલ ન હોવાને લીધે ઘણી વાર લોકોએ અકસ્માત નો ભોગ બની અને જીવ ગુમાવ્યા છે આ માટે અમે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આજરોજ અમે રસ્તા રોકો આંદોલન માટે એકત્ર થયા હતા આ તકે વંથલી મામલતદાર દ્વારા અમોને આ સર્કલ બનાવવા માટે હાલ ખાતરી આપતાં હાલ અમોએ આંદોલન મોકૂફ રાખ્યું છે પણ એક મહિનામાં કોઈ ઉકેલ નહીં આવે તો ત્રણેય ગામના લોકો દ્વારા કલેકટર કચેરી સામે ઉપવાસ તેમજ ધરણા કરાશે.

યોગ્ય કાર્યવાહી કરાશે : મામલતદાર
મામલતદાર એમ.ડી શુકલાએ કહ્યું હતું કેટીનમસ તેમજ આજુબાજુના ગ્રામજનો દ્વારા આજરોજ અહી ફાટક પાસે સર્કલ મૂકવાની માંગણી સાથે રસ્તા રોકો આંદોલન માટે લોકો એકત્ર થયા હતા જેને લઇ ગ્રામજનો સાથે ચર્ચા કરી તેઓની માંગણી અંગે નેશનલ હાઇવે ઓથોરિટી સાથે સંકલન માં રહી અહી નિયમ મુજબ સર્કલ બનાવવા માટે અને લોકો અકસ્માતનો ભોગ ન બને તે માટે યોગ્ય કાર્યવાહીની ખાત્રી આપી છે અને લોકોને અપીલ કરી છે.