નેશનલ રોડ સેફટી મંથ -જાન્યુઆરીની ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લા કલેક્ટર કચેરીથી ઇપ્કોવાળા હોલ સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા આ બાઈક રેલીને ફ્લેગ ઓફ કરાવવામાં આવી હતી.
બાઈક રેલી કલેકટર કચેરીથી, સંતરામ સર્કલ, મહાગુજરાત સર્કલ, વાણીયાવાડ સર્કલ, કીડની હોસ્પિટલ થઈ પારસ સર્કલ ઇપ્કોવાળા હોલ ખાતે પૂર્ણ થઇ હતી. બાઇકની પાછળ બેસેલ કર્મચારીઓએ અલગ-અલગ સ્લોગન વાળા બોર્ડ દ્વારા રોડ સેફ્ટી અને અકસ્માત નિવારણ સંદર્ભે જન જાગૃતિનો સંદેશો આપ્યો હતો.
આ પ્રસંગે આર.ટી.ઓ.અને પોલીસ વિભાગ સહિત, નડિયાદ ટાઉન, નડીયાદ રૂરલ, નડીયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના 70 પોલીસ કર્મચારીઓ તથા ટી.આર.બી. જવાનોએ બાઈક રેલીમાં ભાગ લીધો હતો.


