Gujarat

પાટણમાં 16 મહિલા પબ્લિક હેલ્થ વર્કરની જગ્યા ભરવા આરોગ્યમંત્રીને રજૂઆત કરાઈ

પાટણ શહેર અર્બન હેલ્થ સેન્ટરમાં મહેકમ મુજબ 16 મહિલા પબ્લિક હેલ્થ વર્કરની જગ્યાઓ ભરવામા આવે તેવી આરોગ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. આ અંગેની વિગતો એવી છે કે, પાટણ શહેરમાં વાહકજન્ય જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા તથા પાણી જન્ય જેવા કે ઝાડા-ઉલટી કોલેરા, ટાયફોઈડ જેવા રોગો સામે અટકાયતી પગલા લઈ શકાય, તેની લગતી કામગીરી માટે તેમજ અન્ય આરોગ્યલક્ષી કામગીરી કારાવા માટે મ.પ.હે.વ (MPHW)ની જરૂરિયાત હોય છે. પરંતુ પાટણમાં અર્બન હેલ્થ સેન્ટર-1,2 અને 3 ખાતે એકપણ મ.પ.હે.વ ની જગ્યા ભરાયેલ ન હોવાથી ગ્રામ્ય વિસ્તારમાંથી મ.પ.હે.વ પ્રતીનિયુક્તીથી આદેશ કરીને કામગીરી કરવામાં આવી રહેલ છે. જે અર્બન હેલ્થ સેન્ટર-1,2અને 3 કુલ 16 મ.પ.હે.વ નું મંજુર મહેકમ મુજબના મ.પ.હે.વ. ની ખાલી જગ્યા ભરવા યોગ્ય કાર્યવાહી કરવા આરોગ્યમંત્રીને પાટણના સામાજિક કાર્યકર નરેશ પરમારે રજુઆત કરી હતી