Gujarat

નડિયાદની સી. બી. પટેલ આર્ટસ કોલેજ દ્વારા ઉતરાયણ સંદર્ભે બાઇક પર સેફ્ટી ગાર્ડનું વિતરણ કરાયું

ચરોતર પંથકની સુપ્રસિદ્ધ સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના એન.એસ.એસ. યુનિટ દ્વારા આચાર્યની પ્રેરણા અને માર્ગદર્શનથી ઉતરાયણ સંદર્ભે લોકો મુસાફરોના બાઈક પર તાર બાંધવામાં આવ્યાં હતાં. ઉતરાયણ પર્વમાં પતંગ રસિયા દ્વારા ચાઇના દોરીથી પતંગ ચગાવવામાં આવે છે. કેટલાય સંજોગોમાં ચાઇના દોરી જાહેર માર્ગ પર આવી જતા લોકોના ગળા પર નુકશાન પહોંચાડી મોતને ઘાટ ઉતારે છે.

આવા સંજોગોમાં NSSના સ્વયંસેવકો દ્વારા લોકોને ચાઇના દોરી ન વાપરવાની અપીલ કરવામાં આવી તથા બાઇક પર તાર બાંધવામાં આવ્યા હતાં. આ પર્વમાં લોકો બાઇક પર તાર મારીને જ મુસાફરી કરે તેવી સૂચના પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય પ્રો.ડૉ. મહેન્દ્રકુમાર દવે, NSS પ્રોગ્રામ ઓફીસર ડો. કલ્પનાબેન ત્રિવેદી, ડો. પ્રકાશભાઇ વિછીયા સાથે NSS સ્વયંસેવકો જોડાયા હતાં.