Gujarat

અમરેલી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સાવરકુંડલા રૂરલ પોલીસ દ્વારા માબાપનું ઘર વૃધ્ધાશ્રમ ખાતે માનસિક વિકલાંગ મહિલાઓને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું

પોલીસ તંત્ર પણ માનવીય સંવેદનાઓને માને છે અને મહેસુસ પણ કરે છે. આ કડકડતી ઠંડીમાં ગરમ ધાબળાનું વિતરણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
એક તરફ શિયાળાની કડકડતી ઠંડી  અને આ કડકડતી ઠંડીમાં જ્યારે દેહ ઠંડીથી થરથર ધ્રુજી રહ્યો હોય ત્યારે  જરૂરિયાતમંદ લોકોને ગરમ વસ્ત્રો કે કપડાંની જરૂરિયાત ઉભી થાય એ સ્વાભાવિક છે. આ દુનિયામાં એવા લોકો પણ છે જેને આ તમામ સગવડો ઉપલબ્ધ ન પણ હોય. આવા લોકોને માનવીય દ્રષ્ટિકોણ રાખીને મદદરૂપ થવું એ નૈતિક ફરજ સમજી સાવરકુંડલા રૂરલ પોલીસ આવા લોકોને મદદરૂપ થવાનો નમ્ર પ્રયાસ કરી રહી છે.
આમ સાવરકુંડલા શહેરમાં શિયાળામાં ઠંડીથી બચવા વડીલોને હૂંફ આપવા માટે  સુરક્ષા સેતુ અને અમરેલી જિલ્લા પોલીસ હેઠળ સાવરકુંડલા કુંડલા રૂરલ પોલીસ કડકડતી ઠંડીમાં વૃધોની વ્હારે આવી હતી સા. કુંડલા શહેરમાં આવેલ માં બાપનું ઘર જેમાં માનસિક અને મનોરોગી વૃધ્ધોના નિવાસ કરે છે.
આવા વૃધ્ધાશ્રમ ખાતે  સા. કુંડલા રૂરલ પોલીસ રૂબરૂ પહોંચી ઠંડીમાં હૂંફ આપવા માટે બ્લેન્કેટ ધાબળાનું વિતરણ કરતી જોવા મળી જેમાં એએસપી વલય વૈદ્ય સાહેબ, રૂરલ પીઆઈ ચૌધરી સાહેબ પીએસઆઈ મુસાર સાહેબ તેમજ મહિલા પોલીસ શી ટીમ અને પોલીસ સ્ટાફ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું
બિપીન પાંધી સાવરકુંડલા