સ્ટ્રીટલાઈટો તો લગાવી પણ છેલ્લા 1 વર્ષથી લાઈટો ચાલુ ન થતાં શોભાના ગાંઠિયા સમાન બની….
આ લાઈટો ચાલુ કરવામાં નેશનલ હાઈવે ઓથોરિટીને કયો ગ્રહ નડે છે તેની ખબર પડતી નથી: સાંતલપુર,વારાહી સીધાડા, કલ્યાણપુરા, રાધનપુર આ તમામ જગ્યાએ બ્રિજ ઉપર થામલા ઉભા કર્યા છે પણ આજદિન સુધી સ્ટ્રીટલાઈટ ચાલુ ન થતાં આ સ્ટ્રીટલાઈટ શોભાના ગાંઠિયા સમાન બની છે
પાટણ જિલ્લાના રાધનપુર નજીક આવેલ કલ્યાણપુરા બ્રિજ સહીત સાંતલપુરના મુખ્ય મથક વારાહી ખાતે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવે બ્રિજની બંને બાજુ સ્ટેટ લાઈટના વીજપોલ ઉભા લાઈટો ફીટ કરી છે.પણ ચાલુ કરાતી નથી ત્યારે બ્રિજ પર નાખેલી સ્ટ્રીટલાઈટો બંધ હાલતમાં હોય હાલ શોભાના ગાંઠિયા સમાન બની છે.
વારાહી ખાતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બાર વર્ષ પહેલા હાઇવે બનાવ્યો હતો તે સમયે બ્રિજ બનાવ્યો હતો પણ આજદિન સુધી આ બ્રિજ ઉપર સ્ટ્રીટલાઇટ નાખેલ નહોતી જ્યારે એક વર્ષથી વધુના સમયથી સ્ટ્રીટલાઈટના વીજપુર ઊભા કર્યા છે અને લાઈટ ઉપર લગાવવામાં આવી છે પણ આ લાઈટો ચાલુ કરવામાં નેશનલ હાઈવે ઓથોરિટીને કયો ગ્રહ નડે છે તેની ખબર પડતી નથી. સાંતલપુર,વારાહી સીધાડા, કલ્યાણપુરા, રાધનપુર આ તમામ જગ્યાએ બ્રિજ ઉપર વિજપુર ઉભા કર્યા છે પણ આજદિન સુધી સ્ટ્રીટલાઈટ ચાલુ ન થતાં આ સ્ટ્રીટલાઈટ શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે આ લાઈટો તાત્કાલિક ધોરણે ચાલુ કરવા લોકોની માંગ ઉઠવા પામી છે.
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા બ્રિજ ઉપર લગાવેલ સ્ટ્રીટ લાઈટ ઘણા સમય થી બઁધ હાલત માં હોય આ સ્ટ્રીટલાઈટ શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે આ લાઈટો તાત્કાલિક ધોરણે ચાલુ કરવા કલ્યાણપુરા ગામના લોકોની માંગ ઉઠવા પામી છે.
મહત્વનું છે કે અહીંયા સાંજના સમયે બ્રિજ ઉપર અને સાઈડમાં લગાવેલ લાઈટો ચાલુ થાય તો અહીંયા ગ્રામીણ વિસ્તાર હોય અજવાળું પથરાય તો ઘણા એવા ફાયદાઓ થાય તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવે બ્રિજની બંને બાજુ સ્ટેટ લાઈટના વીજપોલ ઉભા લાઈટો ફીટ કરી છે.પણ ચાલુ કરાતી નથી ત્યારે બ્રિજ પર નાખેલી સ્ટ્રીટલાઈટો બંધ હાલતમાં હોય હાલ શોભાના ગાંઠિયા સમાન બની છે ત્યારે તાત્કાલિક ધોરણે લાઈટો ચાલુ કરવા લોક માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ, રાધનપુર પાટણ

