Gujarat

અબોલ પશુઓ માટે સંજીવની એટલે ફરતું પશુ દવાખાનું

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોવિંદપુર ગામ માં દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના એનિમલ એમબુલન્સ 1962 દ્વારા બાબુ ભાઈ ભગવાનજી ભાઈ ઢોલા ની ગાય ને શિંગ મા કંબોઇ હોવાથી ખુબજ પીડાતી ગાય ને યોગ્ય સારવાર આપી પીડામુક્ત કરી જીવ બચાવવામાં આવ્યો.

પશુપાલક બાબુ ભાઈ ભગવાનજી ભાઈ ઢોલા ની ગાય શીંગ નીચે નામતુ હોવા થી બાબુ ભાઈએ અમારી 1962 ની ટીમ ને જણાવેલ જેથી તારીખ 08/01/2025 ના રોજ ધારી પશુ દવાખાનાના ડોક્ટર જય ચૌહાણ અને દસ ગામ દીઠ પશુ દવાખાનાનાની હામાપુર ગામની એનિમલ એમ્બ્યુલન્સ ના કર્મચારી ડૉક્ટર હિમાંશુ રાંક અને પાયલોટ નરેશ ભાઈ ચૌહાણ દ્વારા કંબોઈ નું ઓપશન કરી બાબુ ભાઈ ભગવાનજી ભાઇ ઢોલા ની ગાય ને પીડા મૂકત કરી હતી આમ, અમરેલી જિલ્લાની દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના એનિમલ એમ્બ્યુલન્સ ના કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક અબોલ પશુનો જીવ બચાવવામાં આવ્યો હતો તેમજ ખૂબ સારું સેવાનું કામ કરવામાં આવ્યું હતુ, અમરેલી જિલ્લાનાં પ્રોગ્રામ મેનેજર ડો. Gururaj menkudale સાહેબ અને જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર સુનિલ લીંબાણી દ્વારા અમરેલી જિલ્લા તમામ લોકો ને ખાસ વિનંતી કરવામાં આવે છે કે કોઈપણ જીવ રખડતો ભટકતો હોય અને કોઈપણ તકલીફથી પીડાતી હોય તો તુરંત જ 1962 મા કોલ કરી એનિમલ એમ્બ્યુલન્સ બોલાવી અબોલ પશુ પક્ષીઓના જીવ બચાવવાના કરુણા અભિયાનમાં જોડાવા અપીલ કરે છે.

રિપોર્ટ.. વિપુલ મકવાણા અમરેલી