Gujarat

વન વિભાગે પતંગ બજારમાં તપાસ કરી, વેપારીઓને ચાઈનીઝ દોરી ન વેચવા સૂચના

નડિયાદમાં આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને સામાજિક વનીકરણ વિભાગે પક્ષી સંરક્ષણ માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. વિભાગ દ્વારા શહેરમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત, વન વિભાગના સ્થાનિક સ્ટાફે નડિયાદના પતંગ બજારમાં વિશેષ તપાસ અભિયાન હાથ ધર્યું હતું.

તપાસ દરમિયાન વેપારીઓને ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વન વિભાગે વેપારીઓને આ પ્રકારની જીવલેણ દોરીઓનું વેચાણ ન કરવા માટે સખત સૂચના આપી છે. સાથે જ તમામ નાગરિકોને પણ પક્ષીઓની સુરક્ષા માટે ચાઈનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી છે.