ગુજરાત યુનિવર્સિટી અને ગૂજરાત ટેકનોકજીકલ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજાશે. 24 જાન્યુઆરીએ ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાશે,જેમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુ હાજર રહેશે.
જ્યારે 28 જાન્યુઆરીએ GTU નો પદવીદાન સમારોહ યોજાશે જેમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હાજર રહેશે.
આગામી 24 જાન્યુઆરીના રોજ ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાશે.આ પદવીદાન સમારોહમાં 46,131 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે અને 240 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.
પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ રહેશે.ગુજરાત યુનિવર્સિટીમાં જ પદવીદાન સમારોહ યોજાશે. 28 જાન્યુઆરીએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાશે જેમાં 38,000 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.
જેમાં 146 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.પદવીદાન સમારોહ મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રદાન હાજર રહેશે.આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવત પણ હાજર રહેશે.

