ગીર જંગલ સફારી શુક્રવારથી ફરી શરૂ થઈ છે. બે દિવસમાં પાંચ ટ્રીપમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી પ્રવાસીઓ સિંહ દર્શન માટે પહોંચ્યા હતા. તેમણે પરમિટ મેળવી જંગલમાં સફારી કરી.
અમદાવાદના સિંહ પ્રેમી મિત્રો હનુમંતસિંહ જેઠવા, ઉત્સવ રાજપરા અને પ્રતીક વાજા તેમના ગ્રુપ સાથે ડેડકડી રૂટમાં સફારી કરવા ગયા હતા. તેમને એક નર સિંહ અને ચાર પાઠડા સાવજોનું ગ્રુપ જોવા મળ્યું. તેમણે ચાર પાઠડા સાવજોની મસ્તી નિહાળી. હનુમંતસિંહે જણાવેલકે સિંહોને જોવા અને તેની ફોટોગ્રાફી કરવી તે અલગ જ રોમાંચ છે
અન્ય પ્રકૃતિ પ્રેમી તેજસ નંદાણીયા અને તેમનું ગ્રુપ પણ સફારીમાં ગયું હતું. તેમને ત્રણ સિંહ બાળો સાથે સિંહણનું કેટવોક જોવા મળ્યું. આ ઉપરાંત, ભાગ્યે જ દેખાતો દીપડો પણ જોવા મળ્યો હતો.

