ગિરગઢડા
ભરત ગંગદેવ.
૬,ડીસેમ્બર બાબા સાહેબ આંબેડકર નાં નિર્વાણ દિન નિમિતે કોઈ વ્યક્તિને નવી જીંદગી જીવવા અમુલ્ય ભેટ મળી રહે તેવી અમુલ્ય લાગણીથી ગોંડલ નગર પાલિકા સેનીટેશન શાખા નાં ચેરમેન કુ.હંસાબેન કે.માધડ અને ગોંડલ નગરપાલિકા નાં પૂર્વ ચેરમેન શ્રી દિનેશભાઈ કે.માધડ નાં નાનાભાઈ તેમજ ગોંડલ નગરપાલિકા નાં પૂર્વ ચેરમેન એવા શ્રીઅનિલભાઈ ખીમજીભાઈ માધડ એ આજરોજ ડો,ભીમરાવ આંબેડકર (બાબાસાહેબ) નાં નિર્વાણદિને પોતાનાં મૃત્યુબાદ અંગદાન કરવાનો સંકલ્પ કરી આજના દિવસે સમાજ ને નવી રાહ ચીંધતો સંકલ્પ કર્યો છે તેઓ એ પોતાના મૃત્યું બાદ અંગદાનનું સંકલ્પ પત્ર તેમણે બદ્રીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ડોક્ટર દિપક વાડોદરીયા સાહેબ ને સુપ્રત કર્યુ છે સમાજને કંઈક આપવા અંગદાન ને તેને શ્રેષ્ઠ દાન ગણાવ્યું છે.
Attachments area


