Gujarat

તંત્રની સતર્કતાનું પરીક્ષણ : સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે આજે મોકડ્રીલ યોજાશે મોકડ્રીલની પુર્વતૈયારીઓના ભાગરૂપે પ્રાંત અધિકારી શ્રીમતિ સરયુબેન જણકાતના અધ્યક્ષતામાં બેઠળ મળી.

 ગિરગઢડા
ભરત ગંગદેવ.
તંત્રની સજગતા-સતર્કતાના પરીક્ષણ અને બચાવ કામગીરીની તાલીમના ભાગરૂપે સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે આજે તા.૮-૧૨-૨૦૨૧ના રોજ પ્રાંત અધિકારી શ્રીમતિ સરયુબેન જણકાતના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ મોકડ્રીલ યોજવામાં આવશે.
આ મોકડ્રીલને સફળતાપૂર્વક યોજવા માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રાંત અધિકરી શ્રીમતિ સરયુબેન જણકાતની અધ્યક્ષતામાં વેરાવળ પ્રાંત અધિકારીની કચેરી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં NDRFના ઇન્સ્પેક્ટર  રાજેશકુમાર મહલાવતે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમજ મોકડ્રીલ દરમિયાન સંબંધિત વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આ મોકડ્રીલમાં જિલ્લા વહીવટી તંત્ર, વેરાવળ નગરપાલિકા,  સોમનાથ ટ્રસ્ટ, પોલીસ સહિતની સરકારી એજન્સીઓ ભાગ લેશે.
આ બેઠકમાં વેરાવળના ઇન્ચાર્જ મામલતદાર  નગરપાલિકાના ચીફ ઓફિસર દેવીબેન, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર  વિજયસિંહ ચાવડા, પ્રભાસપાટણના પી.આઈ  એન.એમ આહીર સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20211207-WA0361.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *