નેશનલ રોડ સેફ્ટી એજન્સીના જણાવ્યા અનુસાર, નાઇઝીરિયાના દક્ષિણપૂર્વીય એનુગુ રાજ્યમાં એક ટેન્કરની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ અને ડ્રાઈવરે કાબુ ગુમાવી દીધો. ટેન્કરે એક્સપ્રેસ વે પર એક ડઝનથી વધુ વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઇંધણ ટેન્કર ફાટ્યું હતું. ફેડરલ રોડ સેફ્ટી કોર્પ્સના પ્રવક્તા, ઓલુસેગુન ઓગુંગબેમિડેએ જણાવ્યું હતું કે ટેન્કર વિસ્ફોટમાં ૧૬થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે ૧૦ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આગમાં ૧૮ લોકો એટલા ખરાબ રીતે દાઝી ગયા હતા કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી.
