ફરી એક વાર સુદાનમાં માહોલ તંગ થયો છે, આ ઘટના સુદાનના અલ ફાશર શહેરમાં એક હોસ્પિટલ પર મોટા હુમલો થયો હતો. આ હુમલા ની ઘટના બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઉૐર્ં) અનુસાર આ હુમલામાં ૭૦ લોકોના મોત થયા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. ઉૐર્ંના વડાએ રવિવારે આ માહિતી આપી. ઉૐર્ંના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર પોસ્ટ દ્વારા હોસ્પિટલ પર હુમલા બાદ મૃત્યુનો આ આંકડો રજૂ કર્યો હતો.
સુદાનના ઉત્તર ડાર્ફુર પ્રાંતની રાજધાનીમાં અધિકારીઓ અને અન્યોએ શનિવારે સમાન આંકડાઓની જાણ કરી હતી, પરંતુ ઘેબ્રેયેસસ જાનહાનિ અંગે માહિતી આપનાર પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્ત્રોત છે. “સુદાનના અલ ફશરમાં સાઉદી હોસ્પિટલ પરના ભયાનક હુમલામાં ૧૯ દર્દીઓ ઘાયલ થયા હતા અને ૭૦ લોકો મૃત્યુ પામ્યા હતા,” ઘેબ્રેયસસે લખ્યું.
“હુમલા સમયે હોસ્પિટલમાં દર્દીઓની ભીડ હતી,” તેમણે કહ્યું કે હુમલો કોણે કર્યો, પરંતુ સ્થાનિક સત્તાવાળાઓએ બળવાખોર રેપિડ સપોર્ટ ફોર્સ (ઇજીહ્લ)ને દોષી ઠેરવ્યો. હુમલા સમયે, ઘણા ગંભીર દર્દીઓ પણ હોસ્પિટલમાં દાખલ હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. તેમના પરિચારકો પણ હોસ્પિટલના પરિસરમાં હતા. જેમાંથી શરૂઆતમાં ૭૦ લોકોના મોતનો દાવો કરવામાં આવ્યો છે. મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા છે. મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે.