Gujarat

શાળા અને ઘરે જાણ કર્યા વગર નીકળી ગઈ ને છેક સાંજે મળી; શાળા સંચાલકે કહ્યું-‘વાલી અમારા મિત્ર જેવા છે, અમારે સમાધાન થઈ ગયું’

રાજકોટની વધુ એક સ્કૂલમાં વિદ્યાર્થિનીને પ્રિન્સિપાલ દ્વારા માર મારવામાં આવતો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. 2 દિવસ પહેલા શહેરના મવડી પાળ રોડ પર આવેલી તપન સ્કૂલની ધોરણ 8ની વિદ્યાર્થિનીએ પ્રિન્સિપાલ એક લાફો માર્યો હતો. જોકે બાદમાં આ દીકરી સ્કૂલેથી કોઈને કહી આવીને નીકળી ગઈ હતી અને ઘરે પહોંચી ન હતી.

જેથી વાલી પોલિસ મથકે પહોંચ્યા હતા. બાદમાં આ દીકરી શહેરનાં 150 ફૂટ રીંગ રોડ પરથી મળી આવી હતી. જોકે આજે જ્યારે આ સ્કૂલના સંચાલકને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યુ કે, આ ઘટનામાં બધા ઘરના જ છે અને સમાધાન થઈ ગયું છે.

હોમવર્ક ન કરતાં દીકરીને હળવો લાફો માર્યો શહેરની ખાનગી તપન સ્કૂલમાં 2 દિવસ પહેલા ધોરણ 8ની એક વિદ્યાર્થિની હોમવર્ક કરીને આવી ન હતી. જેથી આ દીકરીને પ્રિન્સિપાલે બોલાવી હતી અને બાદમાં હળવો લાફો માર્યો હતો. જેના CCTV પણ સામે આવ્યા હતા.

જોકે આ ઘટના બાદ તે દીકરી શાળાના પ્લે ગ્રાઉન્ડમાંથી બહાર નીકળી ગઈ હતી અને તેની માનસિક પરિસ્થિતિ કેટલી ખરાબ હશે કે તે દીકરી પોતાના ઘરે ગઈ ન હતી. આ દરમિયાન સમગ્ર ઘટનાની જાણ વાલી દુષ્યંતભાઈ ત્રિવેદીને થતા તેઓ અને તેમના પત્ની તાલુકા પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા અને દીકરી ગુમ થયાની જાણ કરી હતી.