ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે શિશુવિહાર સર્કલ વિસ્તારમાં આવેલા યુસુફ બાગમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે રજાકભાઇ ઇસ્માઇલભાઇ સાકરવાલાના રહેણાંક મકાન B-વીંગ, ફ્લેટ નંબર-104માં દરોડો પાડવામાં આવ્યો હતો.
આરોપી રજાકભાઇ પોતાના ઘરમાં બહારથી માણસોને બોલાવી તીનપત્તીનો જુગાર રમાડતો હતો અને નાળ ઉઘરાવી આર્થિક લાભ મેળવતો હતો. પોલીસે દરોડા દરમિયાન મકાન માલિક રજાકભાઇ સાકરવાલા (ઉ.વ.55), આશિફ રજાકભાઇ પાંચા (ઉ.વ.41) અને ઐયુબભાઇ સુલેમાનભાઇ ખલીફા (ઉ.વ.57)ને ઝડપી લીધા હતા. જ્યારે ઇકબાલભાઇ તાહેરઅલી ઝવેરી (ઉ.વ.62) ફરાર થવામાં સફળ રહ્યો હતો.
પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 55,000, ગંજીપત્તાના પાના, ચાદર અને લાઇટ બિલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

તમામ આરોપીઓ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ફરાર થયેલા આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે.