શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડાના ગણીત -વિજ્ઞાન શિક્ષકો સંજયભાઇ ચૌહાણ, લાલજીભાઇ કાપડીયા તેમજ રોહિતભાઇ ઓઝા સાહેબના માર્ગદર્શન તેમજ સંપુર્ણ સહકાર હેઠળ આ શાળામાં ગત વર્ષમાં અભ્યાસ કરતાં ધોરણ ૧૦ ના વિધાર્થી ડોબરિયા દર્શને ગુજરાત સ્ટેમ ક્વિઝમાં ભાગ લીધેલ જેમાં તે અમરેલી જિલ્લા કક્ષાએ નંબર પ્રાપ્ત કરી ભાવનગર મુકામે રાજ્યકક્ષાએ ભાગ લીધેલ જેમાંથી તે નેશનલ કક્ષાએ પસંદગી પામ્યા તે બદલ તેમને અમરેલી જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મેડલ આપી સન્માનિત કરેલ. આ શાળાના ગણીત -વિજ્ઞાન શિક્ષકોની પ્રશંસનીય કામગીરી બદલ તેમના પર ઠેર ઠેર થી અભિનંદનની વર્ષા થઈ રહી છે એમ દીપકભાઈ ઝડફિયાની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી સાવરકુંડલા