Gujarat

જેતપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભડકાના એંધાણ 

પૂર્વ પ્રમુખને ભાજપ પ્રદેશ દ્વારા મેન્ડેન્ટના અપાતા ભડકાના એંધાણ 
રાજકોટ જિલ્લામાં જેતપુરમાં જૂથવાદનું નડતર
જેતપુર શહેરમાં પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં આજ સવારથી જ ટ્વિસ્ટ જોવા મળ્યું હતું. આજે સવારે રહી રહીને ભાજપના ઉમેદવારો નું લિસ્ટ જાહેર થયું હતું 44 સીટ પર ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે જેમાંથી 42 સીટોના નામ જાહેર કરવામાં આવ્યા હતા તેમ છતાં આજરોજ ધારાસભ્યની નિગરાનીમાં 44 ના ફોર્મ ભરાયા હતા. જ્યારે પૂર્વ પાલિકાના પ્રમુખનું મેન્ડેન્ટ ના આવતા  આખરે અપસેટ સર્જાયો હતો અને ભાજપના ભંગાણના એંધાણ જોવા મળ્યા હતા.
 સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા લઇ અને પ્રદેશ સુધી નામોના લિસ્ટ મોકલવામાં આવ્યા હતા.નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા આટોપીને ભાજપ પ્રદેશ નેતાગીરીને રિપોર્ટ સોંપી દીધો છે, તે આધારે ગત રોજ મુખ્યમંત્રી નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારો ફાઈનલ કરવા ચર્ચા કરવામાં આવી હતી. દાવેદારોએ તો છેલ્લી ઘડી સુધી લોબિંગ કર્યું હતું. રાજકીય ગોડફાધરોની વગ આધારે ટિકિટ મેળવવા એડીચોટીનું જોર લગાવી દેવાયું છે. જોકે, યુવા અને નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાનું ભાજપે મન બનાવી લીધું હતું. એ જ પ્રમાણે જેતપુરમાં પણ નવા ઉમેદવારોને પ્રાધાન્ય આપતું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ આ લિસ્ટમાં વોર્ડ નંબર 10 અને 11 માં ઉમેદવારના નામ બાકી રખાયા હતા.
સવારથી જેતપુર પાલિકાની ચૂંટણી માટે ભાજપના 44 સભ્યો તેમની પેનલો પણ બનાવી ચૂક્યા હતા. અને તમામ લોકોના સોગંદનામાં સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા આટોપાઈ હતી જેમાં 42 જેટલા ભાજપના ઉમેદવારોએ મેન્ડેટ સાથે
ફોર્મ ભર્યા હતા અને બે ઉમેદવાર જેમાં પૂર્વ પ્રમુખ સુરેશ સંખરેલિયા અને કલ્પેશ રાંકે ફોર્મ ભર્યા પરતું ભાજપના મેન્ડેટની રાહ જોવાઈ રહી હતી.
જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ સવારથી મામલતદાર કચેરી ખાતે હાજર હતા. ભાજપ પ્રદેશ દ્વારા નિમાયેલા સંયોજક તેમજ ધારાસભ્ય દ્વારા પાર્લામેન્ટ્રી બોર્ડ તેમજ પ્રદેશમાં અનેક ફોન લગાવ્યા હતા. તેમ છતાં કોઈ રિઝલ્ટ આવ્યું નથી. આખરે બપોરે ત્રણ થતાં મામલતદાર કચેરીએ ભાજપમાંથી બે ટર્મથી ચૂંટાયેલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખને મેડન્ટ અપાયું ન હતું. જેથી જેતપુર ભાજપમાં ઉકળતો ચરુ જોવા મળ્યો હતો અને થયું તે જ.
પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાની ઓફિસ ખાતે 42 ઉમેદવારો મળ્યા હતા અને તેમના સમર્થનમાં આવ્યા અને તમામ ફોર્મ ભાજપમાંથી પરત ખેંચવાની વાત કરવામાં આવી હતી. આ સાંજ સુધી ચિત્ર સ્પષ્ટ થઈ જવાની વાત કરવામાં આવી હતી. આમ જેતપુરમાં અસંતુષ્ટ પૂર્વ નગરપાલિકાના પૂર્વ પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. આખરે જેતપુર ભાજપમાં ભંગાણના એંધાણ જોવા મળી રહ્યા છે.